Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષના રાજીનામાની માંગણી

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષના રાજીનામાની માંગણી

જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન: આસિત વોરાના ફોટા ઉપર ખોટી ચલણી નોટોનો વરસાદ કર્યો

- Advertisement -

ગુજરાત રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં જીપીએસસી, ચીફ ઓફિસર, રેવન્યુ તલાટી ભરતી, નાયબ ચીટનીશ, મુખ્ય સેવિકા, શિક્ષકોની ટાટ, એલઆરડી, ટાટ, બિન સચિવાલય કલાર્ક, વિદ્યુત સહાયક, સબ ઓડીટર અને હવે હેડ કલાર્કની ભરતી કૌભાંડ ભાજપાની સરકાર દરમિયાન થઈ રહયા છે અને આવા કૌભાંડોને કારણે યુવાનો રોજગારીથી દુર થતાં રહે છે. તેમજ હાલમાં ગૌણ સેવા પસંદગી સમિતિ દ્વારા હાલમાં જ લેવાનાર પરીક્ષાનો પેપર લીક થયાની ઘટનાના કારણે સમગ્ર પ્રકરણ રાજ્યમાં ચકચારી બની ગયું છે અને આ પ્રકરણમાં ગૃહમંત્રીએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની સંપૂર્ણ જવાબદારી છે તેમજ કૌભાંડી અને ભ્રષ્ટાચારી અધ્યક્ષને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરવા જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજીનામાની માંગણી કરી હતી અને આસિત વોરાના ફોટા ઉપર ખોટી ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ અને ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ચિરાગભાઇ કાલરિયા તથા શકિતસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, કુલદીપસિંહ જાડેજા, સૈયદ જેનુલ બાપુ, પરમાર પાર્થ યુવરાજ નકુમ, જાડેજા પરીક્ષિતસિંહ, દિપ નંદા, મેકલ વશીયર જાડેજા કર્મરાજસિંહ, ઝાલા આદિત્યરાજસિંહ, વાઘેલા મિલન, ભારદ્વાજ મહેતા, જીવણભાઈ કુંભારવડિયા, દિગુભા જાડેજા, રિઝવાનભાઈ જુણેજા, રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, સારાબેન મકવાણા, યુસુફભાઈ ખફી, મસરીભાઈ કંડોરિયા, અલ્તાફભાઈ ખફી સહિતનાએ સૂત્રોચ્ચાર કરી અધ્યક્ષના રાજીનામાની માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular