Saturday, December 6, 2025
Homeરાજ્યબળતા ઉનાળામાં ખંભાળિયાના નગરજનોને વિજ તંત્રના ડામ

બળતા ઉનાળામાં ખંભાળિયાના નગરજનોને વિજ તંત્રના ડામ

વીજ ધાંધિયાથી નગરજનો ત્રસ્ત

ખંભાળિયા શહેરમાં અવાર નવાર વીજ વિક્ષેપ તથા વોલ્ટેજ સહિતની સમસ્યાઓથી નગરજનોમાં રોષની લાગણી જોવા મળી છે.
ખંભાળિયાના જુદા-જુદા વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જવા તથા વોલ્ટેજની વધઘટને કારણે વિજ ઉપકરણોને નુકસાની થવાની દહેશત વચ્ચે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એટલું જ નહિ, પાવર કટ કે વિજ વોલ્ટેજ બાબતે પીજીવીસીએલને ફોન પર જાણ કરવામાં આવતા સામેથી ગ્રાહકોને લેખિત અરજી આપવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ મુદ્દે અહીંના રહીશો દ્વારા વિજતંત્રને લેખિત રજૂઆતો કરી, હાલ કાળઝાળ ગરમીમાં આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular