ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પ્રેરિત જામનગર જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો તેમજ જામનગરના શિક્ષકો દ્વારા જુની પેન્શન યોજના ફરીથી અમલમાં મુકવાની માગણી સાથે આજરોજ બંધારણ પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા ઉપરાંત ફિકસ પગારનો કેસ સુપ્રિમકોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા/કરાર આધારીત ભરતી મુળ અસરથી બંધ કરવી, ગુજરાત સરકારે સૈધ્ધાતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર સાતમા પગાર પંચના તમામ બાકી ભથ્થાઓ આપવા, મુળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી તથા તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષે આપવા સહિતની માગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું.