ગૌસેવક અને માનવતાવાદી એવા ધંધુકાના કિશન ભરવાડ નામના ગૌ સેવાભાવી યુવાનની તાજેતરમાં કરવામાં આવેલી નિર્મમ અને ઘાતકી હત્યાના સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

આ હિચકારી હત્યાના બનાવ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, મહામંત્રી મયુરભાઈ ગઢવી, વિગેરે દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત પત્ર પાઠવી આ યુવાનની હત્યાના આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની રજૂઆત કરવામાં આવી છે.
ગૌસેવકની કોઈ દેખીતા કારણ વગર હત્યા કરી અને દેશની શાંતિ ડહોળવા માગતા તત્ત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરી, લોકોની તંત્ર પ્રત્યેની અપેક્ષા પરિપૂર્ણ થાય તે માટેની વિનંતી આ પત્રમાં કરવામાં આવી છે.