Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં.4ના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માંગ

વોર્ડ નં.4ના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માંગ

કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા કમિશનરને રજૂઆત કરેલ

- Advertisement -

જામનગર શહેરમાં અંબર ચોકડીથી ભીમવાસ, નવાગામ ઘેડ, સ્વામિનારાયણ નગર સુધી પ્રિ-મોન્સૂનની કામગીરી કરવા તથા બોકસ કેનાલ કરવા વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, દર વર્ષે ચોમાસામાં બે કે ચાર ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ છે જેનું મુખ્ય કારણ કેનાલો સાફ કરવામાં આવતી નથી. ખાસ કરીને આખા શહેરનું પાણી તમામ જગ્યા થઈને અંબર ચોકડી થઈ ભીમવાસ, નવાગામ ઘેડ, સ્વામિનારાયણ નગર થઈને નદીમાં જાય છે. હાલ કેનાલ કચરા, ઝાડથી ખચોખચ ભરી છે. કેનાલ કચરાથી ભરાયેલ હોવાથી બે કે ત્રણ ઈંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાય જાય છે. અગાઉના વર્ષમાં હોળી રાખવામાં આવી હતી તેવી પરિસ્થિતિ દર વર્ષે થાય છે. છતાં પ્રશ્ર્નનું નિરાકરણ આવતું નથી. અગાઉ પણ અંબર ચોકડીથી ભીમવાસ, નવાગામ ઘેડ, સ્વામિનારાયણ બોકસ કેનાલનો સર્વે થયો હતો. છતાં આજ સુધી કાર્યવાહી થઇ નથી.

આથી અંબર ચોકડીથી ભીમવાસ, નવાગામ ઘેડ, નદીના પટ્ટ સુધી પ્રિ-મોન્સૂન સફાઈ કરવા તથા બોકસ કેનાલ કરવા જ્યાં સુધી બીજી વ્યવસ્થા કરવા ન થાય ત્યાં સુધી ઝાળી બનાવી આપવા માંગણી કરી છે. જો વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાશે તો લોકોને સાથે રાખી આશ્ર્ચર્યજનક કામગીરીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular