Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતહાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સતાવાર રીતે મંજૂર કરવા માંગણી

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સતાવાર રીતે મંજૂર કરવા માંગણી

- Advertisement -

ગુજરાતમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે મંજૂરી આપવા માટે પાટણના રહીશ અને નિવૃત્ત સરકારી વકીલ જનકભાઈ વ્યાસ દ્વારા ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ડીજીપીને રજૂઆત કરી છે તેમણે અન્ય રજૂઆતો પણ કરી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કેટલાંક રાજ્યોને હાઇકોર્ટની કાર્યવાહીમાં સત્તાવાર ભાષા આપી છે જેમાં મુખ્યત્વે હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ સામેલ છે.

- Advertisement -

રાજ્યપાલ અને વિવિધ સ્તરે કરેલી રજૂઆત મુજબ પ્રાદેશિક ભાષામાં કેસ ચાલવાથી જે તે પક્ષકારને પોતાનો કેસ કેવી રીતે ચાલે છે, તેમના વકીલ શું દલીલ કરે છે, સામેના વકીલ શું દલીલ કરે છે, કોર્ટ શું ક્વેરીઓ કરે છે તેની સમજ પડે.ચુકાદો આવે વાંચી સારી રીતે સમજી શકે. આ માટે ગુજરાતી પ્રજા માટે ગુજરાતી ભાષા કોર્ટ કાર્યવાહીમાં રાખવી જોઈએ છે. વધુમાં પોલીસ તપાસની નકલો ફરિયાદીને આપવા રજૂઆત કરી છે.

તેમણે જણાવ્યુ હતુ કે કોઈપણ ગુનો બને ત્યારે કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જસીટ રજુ થાય છે. આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડ 1973ની કલમ 207 મુજબ તમામ નકલો વિનામૂલ્યે આપવામાં આવે છે પરંતુ જેને કેસ કર્યો છે,જે ભોગ બનનાર છે તેને એફ.આઈ.આર. સિવાયની કોઈ જ પોલીસ ચાર્જસીટની નકલો આપવામાં આવતી નથી. પોલીસ તપાસમાં પોતાના કેસમાં કોણ આરોપી પકડાયું? કોણ સાક્ષી છે? શું મેડીકલ પુરાવો છે? શું એફ.એસ.એલ. છે? કોણ પંચો છે? શું મુદ્દામાલ પકડાયો તેની કંઈ જ ખબર હોતી નથી. આ જ રીતે આરોપીને ખાનગી વકીલ રોકવાની છૂટ છે જયારે ફરિયાદીને સરકારી વકીલ જ મળે છે ફરિયાદી ખાનગી વકીલ રોકી શકે પરંતુ ફક્ત લેખિત દલીલો જ રજુ કરી શકે છે.

- Advertisement -

કોર્ટ કાર્યવાહીમાં સીધો ભાગ લઇ શકતા નથી ત્યારે કોઈ ફરિયાદી પોતાનો ખાનગી વકીલ રોકવા માંગતો હોય તો છુટ આપવી જોઈએ અને સરકારી વકીલને ફરિયાદીના કેસમાં જે અધિકાર મળે તે બધા જ અધિકાર આપવા જોઈએ. દેશની ઉચ્ય અદાલતોની મુખ્યત્વે ભાષા અંગ્રેજી અથવા હિન્દી છે. રાજ્યની સત્તાવાર ભાષાને અધિકૃત કરવાની સત્તા બંધારણ દ્વારા રાજ્યપાલને આપી છે. 4 રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને તેમની ઉચ્ય અદાલતોમાં તેમની પ્રાદેશિક સત્તાવાર ભાષામાં કોર્ટની કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો છે જે બધા માટે હિન્દી છે. પરંતુ તામીલનાડુ રાજ્યને તમિળ ભાષામાં મદ્રાસ હાઇકોર્ટની કાર્યવાહી કરવાનો અધિકાર આપેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular