Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરાવવા માંગણી

ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરાવવા માંગણી

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવાયું

- Advertisement -

ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરાવા અને નિયમ અનુસાર 10 કલાક વિજળી આપવા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જિવણભાઇ કુંભારવડિયા તથા જામનગર જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઇ ખાટ, જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

- Advertisement -



જેમાં જણાવ્યું છે કે, સરકારે જાહેર કરાયેલા આર્થિક પેકેજમાં એસડીઆરએફ મુજબ 6800 રૂપિયા પ્રતિ હેકટર વધારેમાં વધારે બે હેકટરની મર્યાદામાં આપવા જાહેર કર્યું છે. સરકારે ખેડૂતોને કાયદા મુજબના હકક અને અધિકાર આપવાના બદલે ખેડૂતો પર દયા ખાવાનું ડોળ કર્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યો છે. નેચરલ કેલામીટી એકટ દુષ્કાળ ગ્રસ્ત મેન્યૂલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રર્વતમાનમાં પણ ગુજરાતમાં અમલી છે સરકાર દ્વારા આ કાયદા બંધ થયા અંગે કોઇ જાહેરાત કરી નથી ત્યારે ખેડૂતોને તેનો લાભ મળવો જોઇએ તેમજ ગુજરાતના તમામ ખેડૂતોને આઠના બદલે 10 કલાક વિજળી આપવા આ પત્રો દ્વારા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular