Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરગુલાબનગર વિસ્તારમાં દબાણો દૂર કરી પાણીનો નિકાલ કરવા માગણી

ગુલાબનગર વિસ્તારમાં દબાણો દૂર કરી પાણીનો નિકાલ કરવા માગણી

રહેવાસીઓ દ્વારા કલેકટર-કમિશનરને આપવામાં આવ્યું આવેદનપત્ર

- Advertisement -


જામનગરમાં વોર્ડ નં. 11માં ગુલાબનગર વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીનો નિકાલ કરવા આ વિસ્તારના રહેવાસીઓએ કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે. રહેવાસીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, તાડીયા હનુમાન વિસ્તારથી લઇને વિભાપર સ્મશાન પાસે નવનાલાની જુની નદી અને વોકળાના કરવામાં આવેલા ઇંટોના ભઠ્ઠાના દબાણના કારણે દરવર્ષે આ વિસ્તારના 800થી 900 ઘરોમાં પાણી ભરાઇ જાય છે.

- Advertisement -


આ ઉપરાંત નવી સોસાયટી રવિપાર્ક પાછળ ક્રિષ્ના પાર્ક દ્વારા ચારે તરફ આરસીસી દિવાલ કરી વોકળા પર દબાણ કરવામાં આવ્યું છે. પાણીના વહેણના માર્ગમાં કરવામાં આવેલા દબાણને કારણે શિવનગર, રાધેક્રિષ્ના પાર્ક, આદિત્ય પાર્ક, રંગમતિ 1 અને 2, રાજપાર્ક, વાંઝાવાસ, અખાડા ચોક વગેરે વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોની ઘરવખરીને નુકસાન પહોંચે છે. તેમજ આવાગમનમાં પણ મુશ્કેલી સર્જાઇ છે. આ સમસ્યાનું તાકિદ નિરાકરણ લાવવા તેમજ પાણીના વહેણના માર્ગમાં કરવામાં આવેલા દબાણો તાત્કાલિક દૂર કરવા માંગણી કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની તેમજ આત્મવિલોપન સુધીની ચિમકી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular