Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર-જૂનાગઢ નેશનલ હાઈ-વેનું કામ શરૂ કરવા માંગણી

જામનગર-જૂનાગઢ નેશનલ હાઈ-વેનું કામ શરૂ કરવા માંગણી

પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રીને પત્ર લખી રજૂઆત

જામનગરથી જૂનાગઢ વાયા કાલાવડ નેશનલ હાઈવે વર્ષ 2017 મા મંજૂર કરવામાં આવ્યો છે આમ છતાં હજુ સુધી આ રોડનું કામ શરૂ થયું ન હોય, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ દ્વારા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી રજૂઆત કરી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, જામનગરથી જૂનાગઢ સુધીનો નેશનલ હાઈવે વર્ષ 2017 માં મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આજ સુધીમાં આ રોડનું કામ શરૂ થયું નથી. કાલાવડ-ધોરાજી સુધીના કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે તેઉં જાણવા મળ્યું છે પરંતુ, જામનગરથી કાલાવડ સુધીના રોડની માત્ર જાહેરાત થાય છે. જેમાં હજુ રોડનું એલાઈનમેન્ટ જ થયું છે. જમીન સંપાદનનું કામ પણ બાકી છે. આ જોતા હજુ બે વર્ષ જેટલો સમય લાગે તેમ છે અને રોડ સાંકળો હોવાના કારણે અનેકવખત અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે.

વધુમાં જણાવ્યું છે કે, જામનગર-કાલાવડ રોડ પર વધારે ટ્રાફિક હોવાનું કારણ જામનગર-રાજકોટ વાયા ધ્રોલ નેશનલ હાઈવે માં વચ્ચે બે ટોલનાકા છે. જેના કારણે ટોલ બચાવવા ભારે વાહનો કાલાવડ તરફથી ચલાવવામાં આવે છે. જેથી સત્વરે આ રોડનું કામ નેશનલ હાઈવે જરૂરી કાર્યવાહી કરી વહેલાસર શરૂ થાય તો જામનગરથી જૂનાગઢ અને જામનગરથી રાજકોટ વાયા કાલાવડ પરના ટ્રાફિકને ખૂબ જ ફાયદો થાય તેમ છે. આથી આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular