Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસુરતની યુનિવર્સિટીમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર થયેલ મારપીટ અંગે કાર્યવાહી કરવા માગણી

સુરતની યુનિવર્સિટીમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર થયેલ મારપીટ અંગે કાર્યવાહી કરવા માગણી

જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

સુરતની વીએનએજીયુમાં ગરબાના સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની ધરપકડ કરી મારપીટ કરી હોય, આ અંગે કાર્યવાહી કરવા તથા પોલીસ કમિશનર દ્વારા આ અંગે માફી માગવા જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, સુરતની વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારની કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને લઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિ.ના પ્રશાસન, હોસ્ટેલના વિદ્યાર્થીઓ વગેરે ભાગ લઇ રહ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરણ મોદી અને પીએસઆઇ બિપીન પરમાર, ડી-સ્ટાફ કોન્સ્ટેબલ ઇસુ ગઢવી સહિતના પોલીસકર્મીઓ દ્વારા નિર્દોષ વિદ્યાર્થીઓને જબરજસ્તી ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં અને મારપીટ કરી હતી.

આ મારપીટમાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી વિર્તિબેન શાહ, સુરત મહાનગર મંત્રી હિતેશભાઇ ગિલાતર, ઇશાનભાઇ વગેરેને ઇજાઓ પહોંચી છે. આથી નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરનાર પોલીસ કર્મચારીઓને નિષ્ઠાસીત કરવા તેમજ અપરાધીક કલમો લગાડી કેસ કરવા તથા ઉમરા પોલીસની આ હરકત અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા માફી માગવાની માગણી આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે. જો આ અંગે યોગ્ય કાર્યવાહી 24 કલાકમાં નહીં થાય તો રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ દ્વારા સુરત પોલીસ કમિશનરના ઘેરાવની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular