ગત તા. 10 એપ્રિલના રોજ શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવના રોજ હિંમતનગર અને ખંભાત જિલ્લામાં રામભક્તો ઉપર હુમલો થયો હતો. જેમાં રાણા સમાજના કનૈયાલાલ રતિલાલ રાણાનું મૃત્યુ થયું હતું. તેમજ અનેક લોકોને ઇજા થઇ હતી. આ ઘટનાને જામનગર રાણા સમાજ દ્વારા વખોડી કાઢી અસામાજિક તોફાની તત્વો વિરુધ્ધ કડક પગલા લેવા અને હુમલામાં ભોગ બનનારને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવાની માગ સાથે સમસ્ત રાણા સમાજ-જામનગર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે સમસ્ત રાણા સમાજ જામનગરના પ્રમુખ રમેશભાઇ નડિયાપરા સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.


