જામનગર શહેરની બેન્કમાં ઓફિસર તરીકે એક વર્ષ અગાઉ ફરજ બજાવતા કર્મચારીએ તેના બ્રાંચ મેનેજર વત્તી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લીધેલી લોનની સબસિડી મંજૂર કરવાના અવેજ પેટે રૂા. 40 હજારની લાંચની માંગણી કરી અને આ લાંચ ત્રાહિત વ્યક્તિ પાસેથી લેવડાવવા માટે મોકલ્યા બાદ એસીબીના છટકાની ગંધ આવી જતાં લાંચ લીધા વગર જ જતાં રહ્યાંના બનાવમાં એસીબીએ બ્રાન્ચ મેનેજર સહિતના ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરની પંજાબ નેશનલ બેન્ક, રણજિત રોડ શાખામાં બેન્ક ઓફિસર તરીકે ફેબ્રુઆરી 2024માં ફરજ બજાવતા સંજય રાજકુમાર મીના (હાલ જામખંભાળિયા શાખા, દેવભૂમિ દ્વારકા જિલ્લો) નામના કર્મચારીએ જાગૃત નાગરિકએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લીધેલી લોનની સબસિડી મંજૂર કરવાના અવેજ પેટે તેના તથા બ્રાંચ મેનેજર મનોહરપ્રસાદ ગણેશપ્રસાદ રોય (હાલ બેનરઘટ્ટા શાખા, બેંગ્લોર) વત્તી રૂપિયા 40 હજારની લાંચની માંગણી કરી હતી અને જાગૃત નાગરિક દ્વારા આ લાંચની રકમ આપવી ન હોય જેથી તેણે જામનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે રાજકોટ એસીબી મદદનિશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર. એન. વિરાણી તથા સ્ટાફએ ગત્ તા. 13-02-2024ના રોજ છટકું ગોઠવ્યું હતું.
View this post on Instagram
દરમ્યાન વર્ષ 2024માં જામનગર શહેરમાં ખંભાળિયા નાકા પાસે, પંજાબ નેશનલ બેન્કની રણજિત રોડ શાખા તથા બજરંગ હોટલ પાસે જુદા જુદા સમયે બન્ને બેન્ક અધિકારીઓ વત્તી લાંચની રકમ સ્વિકારવા આવેલા ગિરીશ અરશી ગોજિયાએ બજરંગ હોટલ પાસે રકમ લેતાં સમયે શંકા જતાં આ લાંચની રકમ સ્વીકારી ન હતી. જે સંદર્ભે એસીબીની ટીમએ લાંચની માંગણી કર્યાના બનાવમાં ત્રણેય વ્યક્તિઓ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


