કોરોનાના કપરાકાળમાં ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જીએસએફસી કંપનીએ ખાતરમાં ભાવ વધારો જાહેર કર્યો છે. જે ખેડૂત માટે પડયા પર પાટુ સમાન છે. હાલ કોરોનાની મહામારીમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. ત્યારે ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે અન્યાય છે. આ પહેલાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે ખાતરમાં ભાવવધારો કરાયો હતો. પરંતુ ચૂંટણીને ધ્યાને લઇ ભાવવધારો પરિસ્થિતિ ખેડૂતો સામે રાજનીતિ કરી હતી ત્યારે હાલ જણસીના પુરા ભાવો મળતાં નથી. કમોસમી વરસાદને કારણે ડુંગળી જેવા પાકો નિષ્ફળ ગયા છે. આથી હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ભાવવધારો તાત્કાલિક ધોરણે મુલત્વી રાખવા ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.