આ કેસની હકીકત એવી છે કે, જામનગર ઇન્દીરા કોલોનીમાં જેરામદાસ સામતદાસ પરમાર તથા પ્રભાબેન જેરામદાસ પરમાર નામના વૃધ્ધ દંપતીએ તેના ચાર પુત્રો વિજય જેરામદાસ પરમાર, મનસુખ જેરામદાસ પરમાર, તુલશી જેરામદાસ પરમાર તથા કિશોર જેરામદાસ પરમાર તથા કિશોર જેરામદાસ પરમાર છે. આ ચારે સંતાનોને માતા-પિતાએ ઉછેરી મોટા કરી ચારે સંતાનોના લગ્ન કરાવી આપ્યા બાદ આ ચારે સંતાનો પોત પોતાના કુટુંબ પરિવાર સાથે અલગ રહેવા જતા રહ્યા હતા. ચારે સંતાનોની માતા-પિતાનું ભરણપોષણ કરવાની દેખભાળ કાળજી રાખવાની કાનુની ફરજ હોવા છતા ચારે સંતાનો પૈકી કોઇપણ માતા-પિતાનું દેખભાળ કાળજી રાખતા નથી અને પોતાના ભરણપોષણ ગુજારા માટે સંતાનો પાસે રકમ માંગવા જાય છે તો તેને હડધુત અપમાનીત કરી કાઢી મુકે છે. આ વૃધ્ધ દંપતી કાંઇ કામ ધંધો કરી શકતા નથી અને હાપા જલારામ મંદિરમાંથી ટીફીન મંગાવી પોતાનો ગુજારો કરે છે. તેથી આ દંપતી દ્વારા જામનગર પ્રીન્સીપલ ફેમીલી અદાલતમાં ચારે પુત્રો સામે સીઆરપીસી કલમ 125 મુજબ, કુલ રૂા.20,000(વીસ હજાર) ભરણપોષણ મેળવવા કેસ દાખલ કરતા અદાલત દ્વારા ચારે પુત્રોને અદાલત સમક્ષ હાજર રહેવા નોટીસ ઇસ્યુ કરવા હુકમ કરેલ છે. અરજદારો માતા-પિત તરફે વકીલ જયંતીલાલ એલ.ટાંક તથા દિવ્યેશ એસ.સીંચ રોકાયા છે.