Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવિશ્વમાં સૌથી ખરાબ હવા દિલ્હીની, 30 પ્રદુષિત શહેરોમાંથી 22 ભારતના

વિશ્વમાં સૌથી ખરાબ હવા દિલ્હીની, 30 પ્રદુષિત શહેરોમાંથી 22 ભારતના

- Advertisement -

વિશ્વભરમાં સૌથી વધુ પ્રદુષિત સ્થળોમાં દેશની રાજધાની દિલ્હી પ્રથમ ક્રમે છે. દિલ્હીની હવા સૌથી ખરાબા છે.  મંગળવારે બહાર પાડવામાં આવેલા એક નવા અહેવાલ મુજબ દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની દિલ્હી છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020, સ્વિસ સંગઠન આઈક્યુ એર દ્વારા મંગળવારે જણાવાયું છે કે વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાં બાંગ્લાદેશ, ચીન, ભારત અને પાકિસ્તાનના 49 શહેરો આવે છે, જેમાંથી 22 શહેરો ભારતના છે.

- Advertisement -

દેશોની રેન્કિંગમાં બાંગ્લાદેશની સ્થિતિને સૌથી ખરાબ ગણાવી છે. આ પછી પાકિસ્તાન અને ભારતની હવાની ગુણવત્તાને સૌથી ખરાબ ગણાવી છે. વર્લ્ડ કેપિટલ સિટી રેન્કિંગમાં દિલ્હી ટોચ પર છે, ત્યારબાદ ઢાકા અને ઉલાનબટાર છે. નોંધનીય છે કે, ભારતના ઘણા શહેરોમાં પ્રદૂષણમાં એકંદર સુધારો થયો છે, જે 2019 ની સરખામણીમાં 63 ટકા સુધારો જોવા મળ્યો છે.2019 અને 2020 દરમિયાન હવામાં ગુણવત્તાયુક્ત સુધારણા થવા છતાં, ભારતમાં હવાનું પ્રદૂષણ હજુ પણ ખતરનાક છે.

વિશ્વના 30 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 22 શહેર ભારતના છે. તેમાં પણ સતત ત્રીજા વર્ષે દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું છે. દિલ્હી સિવાય, બીજા 21 શહેરો જેમાં – ગાઝિયાબાદ, બુલંદશહેર, બિસારખ, જલાલપોર, નોઈડા, ગ્રેટર નોઈડા, કાનપુર, લખનઉ, મેરઠ, આગ્રા અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભિવાડી, ફરીદાબાદ, જીંદ, હિસાર, ફતેહાબાદ, બંધવાડી, ગુરુગ્રામ, હરિયાણા, યમુનાનગર, રોહતક અને ધારુહેરા અને મુઝફ્ફરપુરમાં પણ હવા પ્રદુષિત છે. લોકડાઉનના લીધે ભારતમાં પ્રદુષણ સ્તરમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular