ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થાય એ પહેલાં દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હીની ટીમ સાથે જોડાયેલા સૂત્રએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે “અક્ષર અત્યારે આઇસોલેશનમાં છે અને પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છે.”
ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલ પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સનો નીતીશ રાણા અને વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ્સમેન પણ સંક્રમિત થયા હતા. આમ, ઇન્ડિયન પ્રીમિયર લીગ ધીરે-ધીરે કોરોના પ્રીમિયર લીગ બનવા તરફ આગળ વધી રહી છે. મુંબઈ ખાતે 10-25 એપ્રિલ દરમિયાન દિલ્હી કેપ્ટિલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પોતાની લીગ મેચીસ રમશે.
ટીમ માટે આ બેવડો ઝટકો છે.કારણકે ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરિઝ દરમિયાન ખભા પરની ઈજાના કારણે શ્રેયસ ઐયર આખી સીઝન માટે બહાર થઈ ગયો છે.તેવામાં અક્ષર પટેલ કોરોનાથી સંક્રમિત થયો હોવાનુ ટીમના સૂત્રોએ કહ્યુ હતુ.હવે ટીમને કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરવુ પડશે.
દિલ્હી કેપિટલે પોતાની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 એપ્રિલે રમવાની છે.