દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે હોબાળો થયો છે. માનવામાં આવે છે કે, બીજેપીના કાર્યકર્તા ગાઝીપુર બોર્ડર પર બીજેપી સાથે જોડાયેલા એક નેતાનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. પરંતુ અચાનક અહીં હોબાળો શરૂ થયો હતો. અનેક ગાડીઓમાં તોડફોડ પણ કરાઈ હતી. બીજેપી સમર્થકોનો આરોપ છે કે, ખેડૂતોએ હોબાળો કરીને પથ્થર મારો શરૂ કર્યો હતો.
સ્થિતિ એટલી ખરાબ થઈ હતી કે બીજેપી નેતાઓની ગાડીને ત્યાંથી કાઢવા માટે પોલીસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતો અને બીજેપી સમર્થકો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ સમગ્ર હોબાળામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બીજેપી પર ઘણાં ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું છે કે, બીજેપી નેતા અમારા સ્ટેજ પર આવ્યા હતા અને તેમના નેતાનું સ્વાગત કરવા લાગ્યા. આ ખોટી વાત છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારુ સ્ટેજ રસ્તા પર છે તો એનો એ અર્થ નથી કે કોઈ પણ અમારા સ્ટેજ પર આવી શકશે. અમારા સ્ટેજ પર આવવું હોય તો બીજેપી છોડીને આવવું પડશે. તમે એવું દર્શાવવા માંગશો કે ગાઝીપુરના સ્ટેજ પર અમે ભાજપનો ઝંડો લહેરાવીને અમે તેના પર કબજો કરી લીધો છે. તો આ ખોટી વાત છે. આવા લોકોને એવી હાલત કરવામાં આવશે કે તેઓ રાજ્યમાં ફરી ક્યાંય જઈ નહીં શકે.
રાકેશ ટિકૈતે કહ્યું કે, હું ધમકી જ આપી રહ્યો છું કે, જો અમારા સ્ટેજ પર ઝંડો લહેરાવીને કબજો કરશો તો અમે તેમનો ઈલાજ કરી દઈશું. સ્ટેજ પર કબજો કરીને કોઈનું સ્વાગત કરવું હોય તો, પોલીસની હાજરીમાં બીજેપીના લોકો સ્ટેજ પર કબજો કરવા માંગતા હોવ અને સ્ટેજ એટલું જ વ્હાલુ હોય તો આ આંદોલનમાં સામેલ થઈ જાઓ.
ભારતીય કિસાન યુનિયનનુ કહેવું છે કે, ભાજપના કાર્યકર્તાઓ ગાઝીપુર બોર્ડર પર ફ્લાઈવે વચ્ચે મોટી સંખ્યામાં ભેગા થઈને કોઈ નેતાનું સ્વાગત કરવાના બહાને ઢોલ વગાડીને આંદોલન વિરોધી નારેબાજી કરી રહ્યા હતા. ભારતીય કિસાન યુનિયનના કાર્યકર્તાઓએ જ્યારે ના પાડી ત્યારે તેમના પર ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો.
એક ટ્વિટમાં ભારતીય કિસાન યુનિયને કહ્યું કે, ભાજપ હવે આંદોલનથી હિંસાથી તોડવા માંગે છે. જેનું ઉદાહરણ ગાઝીપુર બોર્ડર પર ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી હિંસા છે. દરેક ખેડૂતોને ભલામણ છે કે, ભાજપના કહેવામાં ના આવવું અને પોતાનું આંદોલન જાળવી રાખવું.
દિલ્હી બોર્ડરે ખેડૂતો-ભાજપાના કાર્યકરો વચ્ચે દંડાવાળી થઇ !!
ખેડૂતોનાં આંદોલનને બદનામ કરવાનું કાવતરૂં: ખેડૂત નેતાનો આક્ષેપ