Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયપ્રોજેકટમાં વિલંબ અને અન્ય કારણોસર કુલ ખર્ચમાં વધારો: કેન્દ્ર સરકાર

પ્રોજેકટમાં વિલંબ અને અન્ય કારણોસર કુલ ખર્ચમાં વધારો: કેન્દ્ર સરકાર

વિવિધ સરકારી પ્રોજેકટસનાં ખર્ચમાં અબજો રૂપિયાનો વધારો: પ્રજા પર બોજ !

- Advertisement -

દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના રૃ. 150 કરોડથી વધારે ખર્ચ ધરાવતાં 483 પ્રોજેક્ટના ખર્ચમાં નક્કી કરેલા અંદાજ કરતાં રૂ. 4.43 લાખ કરોડથી વધુની વૃદ્ધિ નોંધાઇ છે. રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટમાં વિલંબ, અન્ય કારણોસર આ પ્રોજેક્ટના કુલ ખર્ચમાં વધારો થયો છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન રૂૃપિયા 150 કરોડથી વધારે ખર્ચ ધરાવતાં પ્રોજેક્ટ પર દેખરેખ રાખે છે. રિપોર્ટ મુજબ આ પ્રકારના 1781 પ્રોજેક્ટમાંથી 483 પ્રોજેક્ટનો ખર્ચ વધ્યો છે, જ્યારે અન્ય 504 પ્રોજેક્ટ વિલંબમાં પડયા છે.

આ 1781 પ્રોજેક્ટ માટે કુલ રૂ. 22,82,16,040 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો જે વધીને રૂ. 27,25,408.00 થઇ જવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ માટેના ખર્ચમાં 19.42 ટકા અથવા તો રૂ. 4,43,247.60નો વધારો થયો છે. આ રિપોર્ટ અનુસાર જુલાઇ 2021 સુધીમાં આ પ્રોજેક્ટ્સ પાછળ રૃ. 13,22,515.87નો ખર્ચ થઇ ચૂક્યો છે જે કુલ અંદાજિત ખર્ચના 48.53 ટકા છે.

વિલંબથી ચાલી રહેલા 504 પ્રોજેક્ટમાં 92 પ્રોજેક્ટ્સ એક મહિનાથી 12 મહિના, 118 પ્રોજેક્ટ્સ 13 મહિનાથી 24 મહિના, 178 પ્રોજેક્ટ્સ 25 મહિનાથી લઇને 60 મહિના તથા 116 પ્રોજેક્ટ્સ 61 મહિનાથી વધારે વિલંબ સાથે ચાલી રહ્યા છે. વિલંબની સરેરાશ 46.85 મહિના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular