આજે સોશિયલ મીડિયામાં હરણનો એક અદ્ભુત વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ઉંચી છલાંગ લગાવીને રસ્તો પાર કરતુ દેખાઈ રહ્યું છે. આ ઘટના પેંચ નેશનલ પાર્કની છે. ત્યાં હાજર પ્રવાસીઓએ આ નજારો કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયોમાં હરણ 30 ફૂટ લાંબો કૂદકો મારતો દેખાઈ રહ્યું છે.
#MadhyaPradesh #deer #deerjump #Khabargujarat
મધ્યપ્રદેશના પેંચ નેશનલ પાર્કમાં હરણની છલાંગનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ
પ્રવાસીઓને જોઈને ડરી જતા 30 ફૂટ લાંબી, 10 ફૂટ ઉંચી છલાંગ લગાવી રસ્તો પાર કર્યો
અદ્ભુત દ્રશ્યો સર્જાયા pic.twitter.com/0CU5hPVYIT
— Khabar Gujarat (@khabargujarat) January 17, 2022
પેંચ નેશનલ પાર્કમાં ફરવા નીકળેલા ટૂરિસ્ટોની સામે એક હરણનું ટોળું આવી ગયું હતું. પ્રવાસીઓને જોઈએ હરણ ડરી જતા તેણે 30 ફૂટ લાંબી અને 10 ફૂટ ઉંચી છલાંગ લગાવી હતી. હરણનું શરીર ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને આ કારણે જ એ લાંબી છલાંગ લગાવી શકે છે. હાલમાં આ વિડીઓ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે.