કોરોના મહામારીમાં અનેક દર્દીઓને હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઓકિસજનની જરૂરિયાત સર્જાય રહી છે. ત્યારે કોરોનાના કપરા કાળમાં જામનગરના કાલાવડ માટે રાહતના સમાચાર આવ્યા છે.કાલાવડની સરકારી હોસ્પિટલમાં અમેરીકાના વલ્લભ યુથ પરિવાર અને વૈષ્ણવ વણિક સંસ્થાના સહયોગથી ઓક્સજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. કૃષિમંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં આ ઓકિસજન ટેન્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટથી સરકારી હોસ્પિટલમાં 40થી વધારે ઓક્સિજન બેડ તૈયાર થશે.અત્યાર સુધી ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ અને જામનગર સારવાર માટે જવું પડતું હતુ જો કે આ પ્લાન્ટ આવવાથી તાલુકાના 108 ગામોને ફાયદો થશે અને લોકોની મુશ્કેલીમાં રાહત થશે.