Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં કોરોનાના નવા કેસમાં ઘટાડો: નવ દર્દીઓ નોંધાયા

દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા કેસમાં ઘટાડો: નવ દર્દીઓ નોંધાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર રીતે પ્રકાશમાં આવતા નવા કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે સરકારી આંકડામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાણવડમાં 5 તથા દ્વારકાના 4 મળી, કુલ 9 કેસ નોંધાયા છે. જ્યારે દ્વારકાના 10 અને ખંભાળિયાના 3 મળી કુલ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાના લક્ષણો અંગે આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાક દરમિયાન જિલ્લામાં કુલ 697 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મહત્ત્વની બાબત તો એ છે કે ભાણવડ તાલુકામાં કરાયેલા 46 ટેસ્ટમાં પાંચ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ખંભાળિયા તાલુકામાં 194 ટેસ્ટ કરાયા છતાં એક પણ નવો દર્દી નોંધાયો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular