જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. રવિવાર અને સોમવારના મૃત્યુના દરમાં ધરખમ ઉછાળો આવ્યા પછી છેલ્લા 2 દિવસથી રાહતના સમાચાર મળ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું છે. સાથોસાથ કોરોનાના કેસમાં પણ ઘટાડો યથાવત રહ્યો છે. જામનગર શહેરના માત્ર 04 કેસ નોંધાયા છે તે જ રીતે જામનગર ગ્રામ્યના પણ માત્ર 02 કેસ નોંધાયા છે. જોકે શહેરના એક પણ દર્દીને રજા મળી નથી પરંતુ ગ્રામ્યનો એક દર્દી ડિસ્ચાર્જ થયો છે.
જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટમાં જ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક દર્દીનું જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મૃત્યુ નિપજ્યું છે. જેથી જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંક 1,037 નો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના એ પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી પરંતુ ગ્રામ્યના માત્ર 02 દર્દીઓને રજા આપવામાં આવી છે.
જામનગર શહેરના છેલ્લા 24 કલાક દરમિયાન 04 પોઝેટીવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,794 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ માત્ર 02 કેસ નોંધાયા હોવાથી કુલ આંકડો 2,351 નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 10,145 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.