Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયરિલાયન્સ ફાયનાન્સિયલ સર્વિસીઝને ડિમર્જ કરવાનો નિર્ણય

રિલાયન્સ ફાયનાન્સિયલ સર્વિસીઝને ડિમર્જ કરવાનો નિર્ણય

રિલાયન્સના શેર હોલ્ડરને આરઆઇએલના એક શેર દીઠ જેએફએસનો એક મળશે

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આરઆઇએલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મળેલી બેઠકમાં આરઆઇએલ, રિલાયન્સ સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (આરએસ આઇએલ) અને બંને કંપનીઓના શેરહોલ્ડર્સ અને ક્રેડિટર્સ માટે એક સ્કીમ ઓફ એરેન્જમેન્ટને મંજૂરી આપી છે, જે અન્વયે આરઆઇએલ ફાયનાન્સિઅલ સર્વિસીને આરએસઆઇએલ (જેને જિયો ફાયનાન્સિઅલ સર્વિસીસ લિમિટેડ નામ અપાશે) તરીકે ડીમર્જ કરી છે. આરએસઆઇએલ હાલમાં આરઆઇએલની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અને આરબીઆઇમાં નોંધાયેલી નોન-ડિપોઝીટ ટેકિંગ સિસ્ટેમીકલી ઇમ્પોર્ટન્ટ નોન-બેંકિંગ ફાયનાન્સિઅલ કંપની છે.

- Advertisement -

આ સ્કીમ હેઠળ, આરઆઇએલના શેરહોલ્ડર્સને આરઆઇએલના રૂ. 10ની ફેસવેલ્યુ સાથેના એક ફુલ્લી પેઇડ ઇક્વિટી શેરની સામે જેએફએસએલનો રૂ. 10ની ફેસ વેલ્યુનો એક શેર મળશે (એનટાઇટલમેન્ટ રેશિયો). આરઆઇએલનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ (આરઆઇઆઇએચએલ)માં રહેલું રોકાણ, જે હાલમાં આરઆઇએલની ફાયનાન્સિઅલ સર્વિસીસનો ભાગ છે, જેએફએસએલને તબદિલ થશે. આરઆઇઆઇએચએલને તેના પેટ્રોલિયમ ટ્રસ્ટ અને રિલાયન્સ સર્વિસીસ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડમાં રહેલા તેના હકોના માધ્યમથી આરઆઇએલના 6.1 ટકા શેરની લાભાર્થી છે. વધુમાં આ સ્કીમના માધ્યમથી જેએફએસએલ લિક્વિડ એસેટ્સ ખરીદશે જેનો ઉપયોગ વ્યવસાયના પ્રારંભથી ઓછામાં ઓછા આગામી ત્રણ વર્ષમાં – ગ્રાહકો, વેપારીઓ વિગેરેને ધિરાણ માટે પૂરતી નિયમનકારી મૂડી પૂરી પાડવા, ઇન્શ્યોરન્સ, પેટમેન્ટ્સ, ડિજીટલ બ્રોકિંગ, એસેટ મેનેજમેન્ટ જેવા અન્ય ફાયનાન્સિઅલ સર્વિસીસ વર્ટીકલ્સના નિર્માણ માટે થશે. મુખ્ય વ્યવસાયો માટેના નિયમનકારી લાયસન્સ પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે. જેએફએસએલ અને તેની પેટાકંપની (જેએફએસ) રિલાયન્સની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફાયનાન્સિઅલ પ્રોડક્ટ્સની ડિજીટલ ડિલીવરી પર ધ્યાન કેન્દ્રિત કરશે અને 1.4 અબજ ભારતીયો માટે ફાયનાન્સિઅલ સર્વિસને લોકશાહી રીતે ઉપલબ્ધ બનાવશે. આ વ્યવહાર શેરહોલ્ડર્સ અને ક્રેડિટર્સ, એનસીએલટી, સ્ટોક એક્સચેન્જ, સેબી, આરબીઆઇ, તથા અન્ય નિયમનકારોની કસ્ટમરી, સેચ્યુટરી અને રેગ્યુલેટરી પરવાનગીઓને બાધિત છે. ફાયનાન્સિઅલ સર્વિસીસ અન્ડરટેકિંગના ડિમર્જર અંગે ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જેએફએસ વાસ્તવિક રીતે ટ્રાન્સફોર્મેશનલ, કસ્ટમર સેન્ટ્રીક અને ડિજીટલ-ફર્સ્ટ ફાયનાન્સિઅલ સર્વિસીસ એન્ટરપ્રાઇઝ હશે, જે તમામ ભારતીયોને સરળ, અફોર્ડેબલ, ઇન્નોવેટીક અને ઇન્ટ્યુટીવ ફાયનાન્સિઅલ સર્વિસીસ પ્રોડક્ટ્સ પૂરી પાડશે. જેએફએસ ટેકનોલોજી આધારીત બિઝનેસ હશે, જે સમગ્ર ભારતમાં પ્રસરેલી ઓમ્ની ચેનલ રિલાયન્સના ક્ધઝ્યુમર બિઝનેસની ઉપસ્થિતિનો ઉપયોગ કરીને ફાયનાન્સિઅલ પ્રોડક્ટ્સ રજૂ કરશે. કરોડો ભારતીયોને ઔપચારિક નાણાકિય સંસ્થાઓમાં લાવીને ફાયનાન્સિઅલ સર્વિસીસમાં રહેલી વૃધ્ધિની અનેકવિધ તકોને ઝડપી લેવા માટે જેએફએસ યુનિકલી પોઝીશન્ડ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular