ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં મધુદીપ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અનવરભાઈ ઈસમભાઈ ભડેલા નામના 41 વર્ષના યુવાન ગઈકાલે બુધવારે બપોરે અત્રે ભાણવડના પાટીયા પાસે રોડ ઉપર આવેલી તેમની ગેસ વેલ્ડીંગની દુકાન પત્રામાં ગેસ વેલ્ડિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતે દાઝી જતાં તેમને ગંભીર હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ અકરમભાઈ ઈસમભાઈ ભડેલા (રહે. સિક્કા) એ અહીંની પોલીસને કરી છે.