બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ કેટ-વિકીને સો.મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંતાક્રૂઝ પોલીસે આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 506 (2), 354(D)r/w સેક્શન 67 itએક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં વિકી કૌશલે કહ્યું હતું કે આ વ્યક્તિ છેલ્લાં ઘણાં દિવસોથી આ વ્યક્તિ કેટરીનાની સો.મીડિયા એક્ટિવિટી પર સતત નજર રાખી રહ્યો હતો. તેણે સો.મીડિયામાં કેટ તથા તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
પોલીસે આ કેસમાં સાઇબર ક્રાઇમ બ્રાંચની મદદથી સો.મીડિયા પ્લેટફોર્મની તપાસ કરવાની તે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. કેટરીનાએ 16 જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ પતિ વિકી તથા મિત્રો સાથે માલદીવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.