કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં રહેતી તરૂણીને તેના ઘર પાસે રમતા સમયે કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતી કોમલબેન કિશોરભાઈ વાઘેલા નામની 17 વર્ષની તરુણીને ગત તા. 25 મીના રોજ ઘરની બહાર રમતા સમયે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પિતા કિશોરભાઈ લખુભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.