લાલપુર તાલુકાના નાના લખીયા ગામે વાડીમાં ઝેરી દવાનો છંટકાવ કરતી વખતે દવાની અસર થતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ગત તા.13 ના રોજ લાલપુર તાલુકાના નાના લખીયા ગામે નાનકાભાઈ ઉર્ફે જેન્તીભાઈ ભલીયા ભુરીયા (ઉ.વ.20) નામનો યુવાન પોતાની ભાગમાં રાખેલી વાડીમાં ઝેરી દવાનો છંટકાવ કરતો હોય તે દરમિયાન ઝેરી દવાની અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે શુક્રવારે તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વેસ્તાભાઈ ભલીયાભાઈ ભુરીયાએ પોલીસને જાણ કરતા મેઘપરના હેકો એલ. જી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.