જામનગર તાલુકાના અલિયા અને બાડા ગામમાં રહેતા બે મિત્રો શુક્રવારે બપોરના સમયે સીતારામનગર પાસે આવેલા ચેકડેમમાં ન્હાવા પડયા હતાં તે દરમિયાન ઉંડા પાણીમાં ગરક થઈ જતાં બન્નેના ડૂબી જતા મોત નિપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામમાં સીતારામનગર પાસે આવેલા ચેકડેમમાં શુક્રવારે બપોરના સમયે અજીતસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.43) (રહે. બાડા) અને કેશુભાઈ મગનભાઈ લીલાપરા (ઉ.વ.48) (રહે. અલિયા) નામના બન્ને યુવાન મિત્રો ન્હાવા પડયા હતાં. તે દરમિયાન ઉંડા પાણીમાં ગરક થઈ જતાં ડૂબી ગયા હતાં. આ અંગેની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતા હેકો એચી.બી. પાંડવ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક તરવૈયાની મદદથી બન્ને યુવાનોને બહાર કાઢવામાં આવ્યાં હતાં પરંતુ, તે પૂર્વે જ બન્નેના મોત નિપજ્યા હતાં. બન્ને યુવાનોના મોત નિપજતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બન્ને યુવાનોના મૃતદેહને જામનગરની જી. જી. હોસ્પિટલમાં પીએમ માટે મોકલી બન્નેના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના અલિયા ગામમાં ન્હાવા પડેલા બે મિત્રોના મોત
શુક્રવારે બપોરે ચેકડેમમાં ન્હાવા પડયા : ઊંડા પાણીમાં ગરક થઈ જતાં ડૂબી જવાથી મૃત્યુ : ગ્રામજનોમાં શોકનું મોજું : મૃતદેહોને પીએમ માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા