કોરોના વેક્સિન લગાવનાર વિશ્વના સૌથી પ્રથમ વ્યક્તિ વિલિયમ શેક્સપિયરનું નિધન થયું છે. તેઓએ ગયા વર્ષે ડીસેમ્બરમાં વેક્સિન લીધી હતી. જે હોસ્પિટલમાં તેમણે વેક્સીન લીધી ત્યાં જ 81 વર્ષની ઉંમરે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. શેક્સપિયર કોઈ અન્ય બીમારીથી પીડિત હતા.
કોરોના વેક્સિન લગાવનાર વિશ્વના સૌથી પ્રથમ વ્યક્તિ 81 વર્ષીય વિલિયમ શેક્સપિયરનું નિધન થયું છે. તેમણે પાછલા વર્ષે ડિસેમ્બરમાં Pfizer-BioNTech ની વેક્સિન લીધી હતી. આ સાથે તેઓ વિશ્વના પ્રથમ એવા પુરૂષ બની ગયા હતા જેને કોરોનાની રસી લગાવવામાં આવી હતી. તેમની થોડી મિનિટ પહેલા યુનિવર્સિટી હોસ્પિટલમાં 91 વર્ષના માગરિટ કીનનને વેક્સીન આપવામાં આવી હતી.
શેક્સપિયરના મિત્ર કોનેન્ટ્રીના કાઉન્સિલર જેને ઇન્સે જણાવ્યું હતું કે શેક્સપિયરને ઘણી વાતો માટે ઓળખવામાં આવશે, તેમાંથી એક તે પણ છે કે તેઓ વિશ્વના પ્રથમ પુરૂષ હતા જેણે કોરોના વેક્સિન લીધી હતી. યુનીવર્સીટી હોસ્પીટલે જણાવ્યું કે શેક્સપિયરનું નિધન સ્ટ્રોકને કારણે થયુ છે. શેક્સપિયરે પૈરિશ કાઉન્સિલરની જવાબદારી સંભાળી હતી.