ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા વલ્લભભાઈ ખીમભાઈ હડિયલની 18 વર્ષની પુત્રી નિશાબેનને ગઈકાલે શનિવારે પેટમાં દુખાવો ઉપડ્યા બાદ તેણીને મૂર્છિત હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. આ બનાવની જાણ મૃતકના યુવતીના પિતા વલ્લભભાઈએ અહીંની પોલીસને કરી છે.