જામનગર શહેરમાં 80 ફુટ રોડ પરના વિસ્તામાં રહેતાં વૃધ્ધા શુક્રવારે વહેલીસવારના સમયે તેના ઘરની બહાર ડેલી પાસે કોઇ કારણસર શરીરે દાઝી જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં 80 ફુટ રોડ પર પુલિય પાસે આવેલા આહિરપાડામાં રહેતાં રેવીબેન કુંવરજીભાઈ અઘારા (ઉ.વ.80) નામના વૃધ્ધાને ઘણાં સમયથી બીપીની તથા કમરની બીમાારી થઈ હતી અને આ બીમારીની સારવાર ચાલુ હતી તે દરમિયાન શુક્રવરે વહેલીસવારના સમયે ઘરની ડેલીની બહાર કોઇ પણ રીતે શરીરે દાઝી ગયા હતાં. અને ત્યારબાદ વૃધ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યં વૃધ્ધાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ધનજીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એન.પી. જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.