લાલપુર નજીક ચાલુ બાઈક પરથી ચકકર આવતા પડી જતા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા ઉમેદવસિંહ રવુભા સોઢા (ઉ.વ.67) નામના વૃદ્ધ ગુરૂવારે સાંજના સમયે લાલપુરના કાશી વિશ્વનાથ રોડ પરથી તેની બાઇક પર પસાર થતા હતાં તે દરમિયાન અચાનક ચકકર આવતા પડી જતાં શરીરે અને માથામાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દેવેન્દ્રસિંહ સોઢા દ્વારા જાણ કરાતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.