જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલા નંદનપાર્ક વિસ્તારમાં રહેતાં વૃદ્ધને એક વર્ષથી થયેલી બીમારીના કારણે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગરમાં આવેલા કે.પી. શાહ વાડી સામે આવેલા નંદનપાર્કમાં રહેતા વનરાજસિંહ લાખુભા જાડેજા (ઉ.વ.62) નામના વૃદ્ધને છેલ્લાં એક વર્ષથી કીડનીની બીમારી હતી અને આ બીમારીને કારણે તેમને ડાયાલીસીસ માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર જયદીપસિંહ દ્વારા જાણ કરાતા હેકો કે.પી. સોઢા તથા સ્ટાફ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -