જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધ જીવાપર ગામની સીમમાં આવેલાં તેમના ખેતરે પાણીની મોટર ચાલુ કરવા જતાં અચાનક વિજશોક લાગતાં બે શુધ્ધ થઇ જવાથી જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના શાંતિનગર-1માં રહેતા જોરૂભા હરૂભા જાડેજા(ઉ.વ.65)નામના વૃધ્ધ સોમવારે સાંજના સમયે જીવાપર ગામની સીમમાં આવેલાં તેમના ખેતરે પાણીની મોટર ચાલુ કરવા જતાં સ્વીચમાં પ્લગ ભરાવવા સમયે અચાનક વિજશોક લાગતાં બેશુધ્ધ થઇ ગયા હતાં. જેથી તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર કુલદિપસિંહ દ્વારા જાણ કરતાં હેકો.એમ.પી.સીંધવ તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.