જામનગર શહેરના હર્ષદમીલની ચાલી વિસ્તારના પાસેના વાલ્મિકીવાસમાં રહેતા પ્રૌઢ બેશુધ્ધ થઈ જતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જામનગર શહેરના હર્ષદમીલની ચાલી વિસ્તારના પાસેના વાલ્મિકીવાસમાં રહેતા દિપક ચમનભાઈ ચૌહાણ (ઉ.વ.55) નામના પ્રૌઢ સોમવારે સાંજે તેમના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતા સારવાર માટે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મહેન્દ્ર દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાંતણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.