જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર ડોમીનોઝ પીઝા પાસે દુકાને જતાં સમયે પ્રૌઢના બાઈક સામે સૂઝુકી અથડાતા અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં રહેતા લાલચંદભાઈ તારાચંદ કટારમલ (ઉ.વ.57) ગુરૂવારે સાંજના સમયે તેના જીજે-10-આર-0255 નંબરની બાઈક પર ઘરેથી દુકાને જતાં હતાં ત્યારે બેડીબંદર રોડ પર ડોમીનોઝ પીઝા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવતા જીજે-10-ડીએલ-4116 નંબરના સૂઝુકી એકસેસના ચાલકે પ્રૌઢના બાઈક સાથે સાઈડમાંથી અથડાતા અકસ્માત થયો હતો. જેમાં પ્રૌઢ લાલચંદભાઇ પડી જતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર કાગરત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વિશાલ કટારમલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી સૂઝુકીચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.