Friday, December 27, 2024
Homeરાજ્યબાઈક સાથે નદીમાં ખાબકેલા યુવાનું મોત

બાઈક સાથે નદીમાં ખાબકેલા યુવાનું મોત

- Advertisement -

ભાણવડથી આશરે 16 કિલોમીટર દૂર ખંભાળિયા હાઈ-વે પર સાજડીયારી ગામ નજીકથી પસાર થતી એક નદીના પુલ પરથી મોટરસાયકલ પર જઈ રહેલા જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કુડિયાગામ સાથે રહેતો રવિ સુરેશભાઈ મકવાણા નામનો 23 વર્ષનો યુવાન સાંજના સમયે અકસ્માતે પુલ ઉપરથી પોતાની મોટરસાયકલ સાથે નદીના પાણીમાં ખાબક્યો હતો. જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા સુરેશભાઈ બેસરભાઈ મકવાણા (ઉ.વ. 45, રહે. કુડિયાગામ)એ ભાણવડ પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular