Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના દરેડમાં એકટીવા સાથે અથડાતા તરૂણનું મોત

જામનગર તાલુકાના દરેડમાં એકટીવા સાથે અથડાતા તરૂણનું મોત

આંખમાં જીવાત પડતા કાબુ ગુમાવ્યો : પાતામેઘપરમાં ઝેરી જનાવર કરડતા આધેડનું મોત

જામનગર તાલુકાના દરેડ ગામમાં એફસીઆઇ ગોડાઉન નજીકથી એકટીવા પર પસાર થતા તરૂણની આંખમાં જીવાત પડી જતાં કાુબ ગુમાવતા થાંભલા સાથે અથડાતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડના તાલુકાના પાતા મેઘપર ગામની સીમમાં આવેલા ખેતરમાં ખેતીકામ કરતા સમયે આધેડને ઝેરી જનાવર કરડી જતાં રાજકોટની સીવીલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના દરેડમાં મારૂતિનગર સેટેલાઈટ નગરમાં રહેતો વિશાલપરી મહેશપરી ગોસ્વામી (ઉ.વ.15) નામનો તરૂણ ગત તા.7ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં તેના જીજે-10-સીપી-1403 નંબરના એકટીવા પર હોટલેથી એફસીઆઈના ગોડાઉન પાસેથી પસાર થતો હતો તે દરમિયાન આંખમાં જીવાત પડતા એકટીવા પરનો કાબુ ગુમાવી દેતા થાંભલા સાથે અથડાતા અકસ્માતમાં તરૂણને પેટમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મહેશપરી દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ,કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામમાં રહેતાં લલિતભાઈ તેજાભાઈ ઠુમ્મર (ઉ.વ.48) નામના આધેડ બુધવારે બપોરના સમયે ગામની સીમમાં આવેલા તેના ખેતરે ખેતીકામ કરતા હતાં તે દરમિયાન પગમાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર કિશન દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular