ખંભાળિયા- જામનગર હાઈ-વે પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર નયારા કંપનીના મટીરીયલ ગેઈટ પાસેથી પૂરઝડપે બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જીજે- 10-ટીએક્સ-9891 નંબરના બસના ચાલકે આ માર્ગ પર જઈ રહેલી દેવુબેન નાથાભાઈ ચાનપા નામની 21 વર્ષીય યુવતીને હડફેટે લેતા તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના પિતા નાથાભાઈ વજાભાઈ ચાનપા (ઉ.વ. 58, રહે. મીઠોઈ, તા. લાલપુર) એ ખંભાળિયા પોલીસને કરતા પોલીસે બસ ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.