ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની સીમમાં આવેલા ખેતરમાં મગફળી કાઢતા સમયે થ્રેસરના પટ્ટામાં માથાના વાળ આવી જતાં ગંભીર ઈજા પહોંચતા તરૂણીનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા સમયે મડીયાભાઈ સીંગાભાઈ નામના યુવાનની પુત્રી પાયલ (ઉ.વ.15) નામની તરૂણી બુધવારે સવારના સમયે રમતી હતી ત્યારે મગફળી કાઢવાના ટ્રેક્ટરમાં ચાલુ થ્રેસરના પટામાં માથાના વાળ આવી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તરૂણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલ તાલુકાના ડાંગરામાં થ્રેસરમાં પટ્ટામાં આવી જતા તરૂણીનું મોત
બુધવારે રમતા-રમતા માતાના વાળ પટ્ટામાં આવી જતાં ગંભીર ઈજા : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી