Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપનાર યુવાનનું નિધન

જી.જી. હોસ્પિટલમાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપનાર યુવાનનું નિધન

બે દાયકા પહેલા ગંભીર રોગમાં સપડાયેલ હતા આ રોગ દરમિયાન હોસ્પિટલમાં તબીબોની સુષૃતાથી પ્રભાવિત થઇ દર્દીઓની સેવામાં લાગ્યા

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાંબાસમયથી નિ:સ્વાર્થ ભાવે સેવા આપી રહેલા યુવાનનું લાંબી બિમારી બાદ અવસાન થયું છે. જી.જી. હોસ્પિટલમાં આવતાં અનેક દર્દીઓની આ યુવાને નિ:સ્વાર્થ ભાવે સેવા કરી હતી.

- Advertisement -

જામનગર સ્થિત સૌરાષ્ટ્રની સૌથી વિશાળ ઇરવીન (હવે ગુરુ ગોવિંદસિંઘ) હોસ્પિટલમાં તબીબી વ્યવસાયના ડ્રેસ કોડ વિના એક ઊંચો દેહધારી, એકવડિયો બાંધો, બન્ને કાને સિંદૂરના તિલક અને ચશ્માના કાચમાંથી દેખાતી મોટી મોટી આંખોવાળો કોઈ યુવાન હાંફળો ફાંફળો દોડાદોડી કરી દર્દીઓના સગાં-સંબંધીઓને સહાયરૂપ થતો જણાય, તો તે આશિષ જયંતીલાલ બગિયા(સોનો) જ હોય !પરંતુ સમગ્ર હોસ્પિટલનું તંત્ર તેને (આશિષ) સોની તરીકે જ ઓળખે.
બે દાયકા પહેલાં તેઓ ગંભીર પ્રકારના રોગમાં સપડાયો. કોઈ નજીક આવવા પણ રાજીના થાય તેવી બિમારી સમયે જામનગરના સંજયભાઈ જાની દ્વારા જી.જી.હોસ્પિટલના નિષ્ણાત તબીબો મારફતે સઘન સારવાર પછી દર્દીને ઊભો કર્યો હતો. પરંતુ એક મહિનાના હોસ્પિટલના રોકાણ અને તબીબોની શુશ્રૂષાથી પ્રભાવિત થઈને આશિષને દર્દીઓ પ્રત્યે અનુકંપા જન્મી અને તબીબી ક્ષેત્રમાં સેવા ચાકરી કરવાની અદમ્ય લગન લાગી હતી.

બસ… પછી તો સવારે ધર્મસ્થાનોના દર્શન-નમન અને ત્યારબાદ આખો દિવસ હોસ્પિટલમાં સેવા એ તેમનો નિત્યક્રમ થઈ ગયો. પરિવારના વડીલોનો અને સોની સમાજનો પણ તેમને મૂક ટેકો મળતો હતો.

- Advertisement -

હોસ્પિટલમાં બધા જ ડોક્ટરો-નર્સિંગ સ્ટાફ પણ તેમને અને તેમના કાર્યને ઓળખે. દર્દીઓ તેમજ તેના સગાં-વહાલાંઓની સાથે રહી માર્ગદર્શન આપે, આશ્વાસન આપે, જોઈતી દવા કે ખોરાક લાવી આપે, દિવસો સુધી ખબરઅંતર પૂછી સહાયરૂપ થવાની તત્પરતા બતાવે. શહેરના પરિચિત અને અલ્પ પરિચિત એવા હજારો પરિવારને તેમની સેવા સાંપડી હશે. તબીબી સ્ટાફ પણ તેમની સેવાનો યોગ્ય પડઘો પાડે. આ ક્રમ તેમનું ટૂંકી બિમારી બાદ માત્ર બેતાલીસ વર્ષની વયે અવસાન થયું ત્યાં સુધી ચાલ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular