જામનગર તાલુકાના બેડ ગામના પુલ પાસેથી પસાર થતા યુવાનને ચકકર આવતા પડી જવાથી ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
જામનગર જિલ્લાના જીવાપર ગામમાં રહેતા ગોવિંદ વેરશીભાઈ સાદમીયા નામનો યુવાન ગત 19 માર્ચના રોજ સાંજના સમયે જામનગર તાલુકાના બેડ ગામની નદીના પુલ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ચકકર આવી જતા પડી જવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા પ્રથમ જામનગરની જી. જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો એસ.ડી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.