જામનગર શહેરમાં ફોેરેસ્ટ કોલોની વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે ભૂલથી ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના ગાંધીનગર મોમાઈનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢનું છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી ફોરેસ્ટ કોલોનીમાં વિક્રમસિંહ સદેસિંહ ચોૈહાણ (ઉ.વ.38) નામના યુવાને ગત બુધવારે સાંજના સમયે તેના ઘરે ભૂલથી ઝેરી દવા પી જતાં તબિયત લથડવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા સદેસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરનાં ગાંધીનગર વિસ્તારમાં મોમાઈનગર 5 માં રહેતાં મનિષભાઈ મધુર ઉમડેકર (ઉ.વ.58) નામના પ્રૌઢ સોમવારે વહેલીસવારના સમયે તેના ઘરે નોકરી પર જવા માટે તૈયાર થવા બાથરૂમમાં ન્હાવા ગયા હતાં તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ભાવેશ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.