જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ચોખ્ખાની ગુણીઓ નીચે દબાઈ જતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નંબર-2 માં રહેતાં ભરતભાઈ મહેશભાઈ પરમાર (ઉ.વ.43) નામના યુવાન તા.27 ના રોજ તેમના મકાને રૂમમાં સુતા હતાં આ દરમિયાન ચોખાની ગુણીઓ તેના માથે પડતા તેઓ ચોખાની ગુણીઓ હેઠળ દબાઈ જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મૃતકના બેન વિણાબેન દ્વારા પોલીસને જાણ કરતા સિટી સી ડીવીઝનના હેકો એચ.એ. પરમાર સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.