Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવીજશોક લાગતાં યુવાનનું મૃત્યુ

વીજશોક લાગતાં યુવાનનું મૃત્યુ

બાધકામ સાઇટ પર લેન્ટર ભરતી વખતે લોખંડનું પીજરું વીજલાઇનને અડી જતાં શોક લાગ્યો : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરના દરેડમાં રામ મંદિર પાસે બાંધકામની સાઇટ ઉપર યુવાનને વિજશોખ લાગતાં મૃત્યુ થયું હતું. આ બનાવમાં પંચ-બી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના નાની ભલસાણમાં રહેતાં ડોનીશભાઇ ગોવિંદભાઇ પરમાર(ઉ.વ.39) જામનગરમાં દરેડ રામમંદિર પાસે બાધકામની સાઇટ ઉપર લેન્ટર ભરવાનું કામ ચાલુ હોય ત્યાં લોખંડનું પીજરું ગોઠવવા છતાં આ પીજરું ઉપરથી પસાર થતી ઇલેકટ્રીક વિજલાઇન સાથે અડી જતાં તેમાથી ઇલેકટ્રીક શોક લાગતા મૃત્યુ નિપજયું હતું. આ અંગે મયુર પરમાર દ્વારા પોલીસ ને જાણ કરાતા પીએસઆઇ ડી.સી.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular