ખંભાળિયા ગામમાં નગર ગેઈટ વિસ્તારમાં રહેતા યુવકે કોઇપણ કારણસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. દ્વારકા નજીકના મીઠાપુરના સુરજકરાડીમાં રહેતાં યુવાનનું ટે્રન હેઠળ આવી જતાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં આવેલા વણકર વાસ ખાતે રહેતા ધવલ જેઠાભાઈ ડોરૂ નામના 21 વર્ષના યુવાને સોમવારે મોડી રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના મોટાભાઈ જીતુભાઈ જેઠાભાઈ ડોરૂએ અહીંની પોલીસને કરી છે.
બીજો બનાવ, ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અજીતસિંહ રણજીતસિંહ રાઠોડ નામના 33 વર્ષના યુવાન બુધવારે મીઠાપુર નજીકના સુરજકરાડી ગામના રેલવે ફાટક તરફના રેલ્વે ટ્રેક ઉપર કોઈ કારણોસર ટ્રેનની હડફેટે આવી જતા તેમનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ દાનસિંહ હમીરજી રાઠોડ એ મીઠાપુર પોલીસને કરી છે.