Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયરોપ વે- દુર્ઘટના : હેલીકોપ્ટર માંથી યુવકનો હાથ છુટી જતા ખાડીમાં ખાબકતા...

રોપ વે- દુર્ઘટના : હેલીકોપ્ટર માંથી યુવકનો હાથ છુટી જતા ખાડીમાં ખાબકતા મોત , જુઓ વિડીઓ

- Advertisement -

દેવઘરમાં ત્રિકુટ પર્વત ખાતે રોપવે દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ છે. લોકો હજુ પણ 2500 ફૂટની ઊંચાઈએ રોપ-વેની 3 ટ્રોલીઓમાં ફસાયેલા છે. લોકોને બચાવવા એરફોર્સના જવાનો પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 14માંથી 4 લોકોને બચાવી લેવાયા છે. આર્મી, એરફોર્સ, આઈટીબીપી અને એનડીઆરએફની ટીમોએ સોમવારે 12 કલાકના ઓપરેશન બાદ 33 લોકોને બચાવ્યા હતા. બચાવ દરમિયાન સેફ્ટી બેલ્ટ તૂટવાને કારણે હેલિકોપ્ટરમાંથી નીચે પડી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

- Advertisement -

 

- Advertisement -

 

અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં 12 લોકો ઘાયલ થયા છે. આ ઓપરેશનમાં એરફોર્સના ત્રણ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવસમાં કુલ 42 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular