Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ આવી જતા મોત

જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ આવી જતા મોત

અંધાશ્રમ ફાટક પાસે શુક્રવારે મધ્યરાત્રિના બનાવ: પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના વુલનમીલ વિસ્તારમાં રહેતા મજૂરીકામ કરતા યુવાને મધ્યરાત્રિના સમયે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વુલનમીલ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા અરૂણ મદનકુમાર વાલ્મિકી (ઉ.વ.30) નામના યુવાન શુક્રવારની મધ્યરાત્રિના દોઢ વાગ્યાના અરસામાં અંધાશ્રમ આવાસ કોલોની સામે આવેલા ફાટક બ્લોક નં.117 પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની અનિલ થાપલિયા દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular