Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરતરૂણીનું દવાની ઝેરી અસરથી મોત

તરૂણીનું દવાની ઝેરી અસરથી મોત

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના રાણપર ગામની સીમમાં રહેતા મેર દેવાભાઈ રાણાવાયાની સોળ વર્ષની પુત્રી રેખાબેન પોતાની વાડીએ દવાવાળા ગ્લાસમાં પાણી પી લેતાં તેણીને ઈમરજન્સી 108 વાન મારફતે નજીકના લાલપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની પરિસ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ રાજુભાઈ દેવાભાઈ રાણાવાયાએ ભાણવડ પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular