જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી મહિલા મજૂરીકામે ગઇ હતી તે દરમ્યાન એકા-એક તબીયત લથડતા ચક્કર આવી જતા સારવાર દરમ્યાન જી.જી.હોસ્પિટલમાં મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
મળતી વિગત મુજબ જામનગર શહેરના ધરારનગર શેરી નં.2માં રહેતી શકીલાબેન શેજાદભાઇ જોખિયા (ઉ.વ.30) નામની મહિલા ગત શનિવારે સવારના સમયે મજૂરીકામે ગયા હતાં. જ્યાં તેમની તબિયત લથડતા ચક્કર આવવાથી સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું રવિવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યાનુ ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ શેજાદ દ્વારા જાણ કરાતા હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.


